એક તરફ દેશભરમાં નૂપુર શર્માનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજીતરફ હવે ધીરે ધીરે નૂપુર શર્માને સમર્થન આપવા હિન્દૂ સંગઠનો આગળ આવી રહયા છે.
સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન જાહેર કર્યું છે.
પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડિલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્ર થયા હતા અને નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું.
નૂપુર શર્માએ આપેલા નિવેદનને કારણે દેશભરના મુસ્લિમ સંગઠનો દ્વારા નૂપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે. નૂપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નૂપુર શર્માના પડખે આવીને ઊભા રહેવાનું શરૂ થયુ છે.
બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ મીડિયાને કહ્યું કે નૂપુર શર્માએ આપેલા નિવેદનમાં કોઈ જ ભૂલ ન હતી. જે પણ લખવામાં આવ્યું છે. એ જ પ્રકારની વાત તેણીએ કરી હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે રીતે હાલ તેમને મુંબઇ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. સાથે દેશમાં જે રીતે ખોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેણી સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે લોકો નૂપુર શર્માના સમર્થન માટે રસ્તાઓ ઉપર ઉતરી જઈશું. દેશના અખંડિતતા માટે અમે નૂપુર શર્માએ સાથે ઊભા રહેવા જણાવતા હવે આ મામલો ગરમાય તેવા વર્તારા જોવા મળી રહયા છે.