ભારતીય સેનામાં ફરજ બજાવતા ઉત્તરાખંડના 2 જવાનો ઉખીમઠ અને રૂદ્રપ્રયાગના રહેવાસી નાયક પ્રકાશસિંહ રાણા અને હરેન્દ્ર નેગી 28 મેથી પોતાની ફરજ પરની પોસ્ટથી ગુમ થઈ ગયા છે.
અરૂણાચલ પ્રદેશમાં 12 દિવસથી ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે,આ બન્ને જવાન 7 ગઢવાલ રાઈફલ્સમાં તૈનાત હતા જેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે.
34 વર્ષીય નાયક પ્રકાશ રાણાની પત્ની મમતા રાવતે મીડિયાને જણાવ્યું કે, સેના તરફથી તેમને 28 મેના રોજ પહેલો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફોન 9 તારીખે આવ્યો, જેમાં જણાવ્યું હરેન્દ્ર નેગી અને નાયક પ્રકાશસિંહ રાણા અંગે હજુ પત્તો લાગ્યો નથી તેઓ નદીમાં તણાઇ ગયા હોવાની શક્યતા છે.
બન્ને જવાનોના ગુમ થવાના સમાચાર મળ્યા બાદ મમતા રાણા અને રૂદ્રપ્રયાગના રહેવાસી લાંસ નાયક હરેન્દ્ર નેગીની પત્ની પૂનમ નેગી અને તેમના પરિવારની હાલત ખરાબ છે. હરેન્દ્ર નેગીને એક વર્ષનું બાળક છે અને હજુ 3 વર્ષ પહેલા જ તેમની લગ્ન થયા હતા. પરિવાર ઈચ્છે છે કે સેના તેઓને સ્પષ્ટ રીતે જણાવે કે ખરેખર શું થયું છે. ત્યારે મમતા રાણાએ પોતાના બન્ને બાળકો અનુજ અને અનામિકાની સાથે પોતાના પતિની રાહ જોઈ દિવસો પસાર કરી રહયા છે.