વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા ‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.
આ ગ્રાઉન્ડમાં 25,000થી 30,000 ખેલૈયાઓ ગરબે રમી શકશે.
રાજવી પરિવાર દ્વારા શહેરની ગાયક બેલડી સચીન લિમયે તથા આશિતા લિમયેની પસંદગી કરવામાં આવી છે.
‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’ના આયોજન માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા મહિલાઓની વિવિધ સમિતીઓ બનાવવામાં આવી છે. જેની કોર કમિટીમાં આશરે 12 જેટલી મહિલાઓ છે. આ આયોજનમાં વૉર્ડ વિઝાર્ડ સંસ્થા પણ જોડાઇ છે. સંસ્થા ગરબાના આયોજન સહિત મહિલા સશક્તિકરણના અભિગમમાં પણ મદદરૂપ થનાર છે.
ગરબાની આવક મહિલા કલાકારોના સશક્તિકરણમાં ઉપયોગમાં લેવાશે
મોતીબાગ પર આયોજિત ગરબાના આયોજન દ્વારા થનાર આવક થકી મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયને દાન કરવામાં આવશે.
આમ,વડોદરામાં સેવાની જ્યોત સાથે નવરાત્રીમાં નવલું નજરાણું ખેલૈયાઓને માણવા મળશે.