દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 8582 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગઈકાલ કરતા 253 વધુ છે. માહિતી અનુસાર, શનિવારે 8329 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા.
દરરોજ મોટી સંખ્યામાં નવા કોરોના દર્દીઓ વધી રહયા છે, નવા આંકડાઓ અનુસાર, દેશમાં હવે 44,513 સક્રિય કોરોના દર્દીઓ છે. જ્યારે એક દિવસ પહેલા સુધી તેમની સંખ્યા 40,370 હતી. જોકે, છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મોત થયા છે મતલબ કે ચેપ દર વધવા છતાં, મૃત્યુ દર વધ્યો નથી. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 524761 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્ર અને કેરળ એવા બે રાજ્યો છે જ્યાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપી છે. આ રાજ્યોમાં કોરોના સંક્રમણની ખરાબ સ્થિતિ છે. આ પછી ત્રીજો નંબર દિલ્હીનો છે, અહીં પણ કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.