સૌરાષ્ટ્રમાં ભક્તોના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા અને ભગવાન શિવના સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારી દેવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર સોમનાથમાં હાલ ભાવિક ભક્તોની ભારે ભીડ હોય આતંકવાદી હુમલાની ધમકીને ગંભીરતાથી લઈને અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સાથેજ અહીં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર અવર જવર વધતા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સિવાય શ્રી શામળાજી મંદિર બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત અમદાવાદમાં આષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા માટે પણ અત્યાધુનિક ડિવાઇસની મદદ તથા હજારો જવાનોની ઘેરાબંધી સાથે રથયાત્રાની સુરક્ષા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આમ,આતંકી હુમલાની ધમકી વચ્ચે ધાર્મિક સ્થળો અને ભીડવાળી જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
