દેશમાં કોમી તોફાનો કરાવી હિન્દૂ -મુસલમાન વચ્ચે દંગા કરાવવાનું કાવતરું ચાલી રહ્યું છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી અશાંતિ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે અગ્રણી ઇસ્લામિક સંગઠન જમાત ઉલેમા-એ-હિંદે આ હિંસા માટે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી અને જમાત ઉલેમા-એ-હિંદના બીજા જૂથના પ્રમુખ મૌલાના અરશદ મદનીને જવાબદાર ગણાવી જમાતના પ્રમુખ સુહૈબ કાસમીએ કહ્યું, કે અમે અસદુદ્દીન ઓવૈસી અને મૌલાના મદની વિરુદ્ધ ફતવો બહાર પાડીશું. સુહૈબ કાસમીએ કહયુ કે ઓવૈસી અને મદની જેવા લોકોજ દેશના ભાઈઓને લડાવી મારે છે.
કાસમીએ વધુમાં કહ્યું કે ઓવૈસી અને મૌલાના મદની જેવા લોકો જેતે સ્થિતિમાં સમાધાન શોધવાને બદલે આકરા નિવેદનો કરી યુવાનોને ભડકાવી વિરોધ પ્રદર્શનનો એજન્ડા લાગે છે,પરિણામે દેશભરમાં હિંસામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં પ્રયાગરાજથી રાંચી સુધીની હિંસાનું મોડ્યુલ સામે આવ્યું છે. દેશને તોડવાનું ષડયંત્ર કરનારાઓ આ હિંસામાં દીધા સામેલ છે. AIMIM સાંસદ ઓવૈસી મુસ્લિમોના નામે મલાઈ ખાઈ રહ્યા છે.
આ નિવેદન કરનાર અરશદ મદની ભારતીય મુસ્લિમ વિદ્વાન અને દારુલ ઉલૂમ દેવબંદનો વડા છે. તે જમાત ઉલેમા-એ-હિંદના 8મા પ્રમુખ બનેલા, પણ વર્ષ 2008ની આસપાસ સંગઠન બે ભાગમાં વિભાજીત થઇ ગયું છે. અત્યારે તે અરશદ જૂથના પ્રમુખ છે.
તેઓએ આપેલા આ નિવેદન ને લઈ ભારે ચકચાર મચી છે.