રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ પડવાનું ચાલુ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વીજળી પડવાના બનાવો વધ્યા છે અને સીઝનના પ્રારંભે જ પડેલા વરસાદમાં વીજળી અને દીવાલ ધસી પડવાના જુદા જુદા બનાવોમાં પાંચ વ્યક્તિ અને પાંચ પશુઓના મોત થઈ ગયા છે.
જામનગરના કાલાવડમાં એક ઈંચ વરસાદ તથા જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં વરસાદ પડ્યો હતો.
રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લા સહિત સુરત,નવસારી,ડાંગ,દાહોદ, વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરા અને કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં ચોમાસા પ્રારંભે જ મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં કુલ બે મહિલાના મોત થયા હતા. જ્યારે હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત કુલ ત્રણના મોત થયા હતા.જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલા બે પશુના કરૂણ મોત થયા હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતા, બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આમ,વીજળી પડવાના બનાવો વધતા હવે ચાલુ વરસાદે બહાર નીકળવું મુશ્કેલ બન્યુ છે.