સુરતના ડીંડોલીમાં રહેતી સગીરવયની સાળી પસંદ આવી જતા તેને પ્રેમજાળમાં ફસાવી સગો બનેવીજ નાની ઉંમરની સાળીને લઈ ભાગી જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા છે અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
સુરતના અલથાણ ખાતે આવેલા ઈન્દિરાનગર ગલી નંબર એકમાં રહેતા શૈલેષ શેષરાવને પોતાની પત્નીની નાની બહેન સાથે આડા સંબંધ હતા અને મોકો જોઈ પોતાની સગીર સાળીને લઈ ભાગી જતા પરિવારમાં દેકારો મચી ગયો હતો ગત.તા. 11 જૂનના રોજ બપોરે નાની ઉંમરની સાળીને લઈ ગૂમ થયા બાદ તેઓના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હોય આખરે આ અંગે શૈલેષ સામે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.