અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની આજે બેઠક મળી છે જેમાં સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા ચાલુ છે. બેઠકમાં ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારો વચ્ચે સમાજ તથા બિન અનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા ચાલી રહી છે.જેમાં મુખ્યત્વે PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય કરાયો હોવા સાથે નિયમ પ્રમાણે નથી થયુ હોવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી ઉપરાંત
આંદોલન સમયના કેસ હજી પાછા ખેંચાયા નહી હોવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી તેમજ બોર્ડ અને નિગમમા ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી હોય જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમના કામો થતા નથી અને માત્ર નિરાશા સાંપડે છે ઉપરાંત સમાજ દિકરીઓમાં પણ પોતાની રીતે પ્રેમલગ્ન કરવાના બનાવો વધ્યા છે જે અંગે ચિંતા વ્યક્ત કરી મનોમંથન કરવામાં આવ્યું હતુ.
હાલમાં બે કોઈ પણ સાક્ષીઓની સહી કરીને આવા લગ્ન કરાવવામાં આવી રહયા છે ત્યારે પરિવાર અને દરેક સમાજના સબંધો જોખમમાં મુકાઈ રહયા છે અને આવા પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકેની સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા પિતા કે દીકરા દીકરીઓ પરેશાન ન થવાનો વારો આવે અને સમાજ બહાર થતા લગ્નો અટકે તે માટે પ્રયાસો કરવા ચર્ચા થઈ હતી પાટીદારોના 18 સંસ્થાઓના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા જોકે,નરેશ પટેલ બેઠકમાં જોવા મળ્યા ન હતા.
