વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા શેખ હુસૈન વિરુદ્ધ ભાજપે ફરિયાદ નોંધાવી હતી.
ભારતીય દંડ સંહિતાની કલમ 294 (અશ્લીલ કૃત્યો અને ગીતો) અને 504 IPC (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ નાગપુરના ગીટ્ટીખાદન પોલીસ સ્ટેશનમાં હુસૈન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભાજપના નેતાઓએ હુસૈન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો 24 કલાકમાં હુસૈનની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા હુસૈન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે નાગપુરમાં ED ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન વખતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછના વિરોધ દરમિયાન13 જૂને એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરતા મામલો ગરમાયો છે.