છેલ્લા ઘણાજ સમયથી સીએનજી વાહનો સળગી ઉઠવાની ઘટનાઓ માં વધારો થયો છે ત્યારે વડોદરામાં પણ એક CNG રીક્ષા સળગી ઉઠવાનો બનાવ બન્યો હતો જેમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વડોદરના રેલવે સ્ટેશન નજીક અલકાપુરી ગરનાળામાં એક CNG રીક્ષા સળગી ઉઠતા ભારે અફરા તફરી મચી ગઇ હતી.
રિક્ષામાં અચાનકજ આગ લાગતા રીક્ષા ચાલક રીક્ષામાં એકલો જ હોય તે સમયસૂચકતા વાપરી તે રિક્ષામાંથી બહાર નીકળી ગયો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને રિક્ષામાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી બૂઝાવી હતી જોકે,આગની ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.