સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા ભારે ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. દુકાનની આગ લાગ્યા બાદ બાજુની દુકાનને પણ આગની ઝપેટમાં આવી જતા ભારે ટેંશન ઉભું થયું હતું અને આગ આગળ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે 10 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
વિગતો મુજબ ટેક્સટાઈલ માર્કેટની દુકાનો ખોલવાના સમયે જ દુકાનમાં આગ લાવતાલોકોમાં ગભરાટ ફેલાયો હતો અને રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
અન્નપૂર્ણા માર્કેટના પાંચમા માળે આવેલી 547 નંબરની દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુની દુકાન પણ આગની ઝપેટમાં આવી જતા
ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરી ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય દુકાનોમાં આગ પ્રસરતી અટકી હતી.
આમ,ટેક્સટાઇલ માર્કેટમાં જો આગ કાબુ બહાર જાયતો મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા રહેલી હોય ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર કાર્યવાહી કરી આગ કાબુમાં લઈ લેતા સદનસીબે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.