ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપરજ જોવા મળી રહી છે અને હકીકત તો એ છે કે ગુજરાતમાં કોઈપણ શહેર હોય કે ગામડુ પણ દરેક જગ્યાએ દેશી વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો છે. આ વાતનો મોટો પુરાવો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો છે અને ગામના સરપંચે જાહેરમાં ઢોલ વગાડાવી કહ્યું જે હા અમારા ગામમાં દેશી દારૂ છૂટથી મળે છે અને હવે તે બંધ નહિ થાયતો પોતેજ કાર્યવાહી કરશે.
મોટે અવાજે સાદ પાડી ઢોલી બોલે છે કે ‘સાંભળો સાંભળો સાંભળો, આજથી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, આ વાત થી સ્પષ્ટ થાયછે કે જો પોલીસ કોઈ પગલાં નહિ ભરેતો પોતેજ હવે પગલાં ભરશે.
ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટીએ ગુજરાતના અગ્રીમ મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું, ‘મારા ગામની અંદર દારૂની પ્રવૃત્તિ બહુ જ પ્રમાણમાં વધી ગઈ હતી. દારૂ પીવાવાળા અને દારૂ ઉતારવાવાળા વધી ગયા હતા. મારા ગામની છાપ મિની દીવ તરીકે પડી ગઈ હતી. નાની ઉંમરના યુવાનોના દારૂને કારણે મૃત્યુ થઈ રહયા છે,દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી રહ્યો હતો. આ બધાં કારણોસર ગામમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ.
જૂનાગઢથી આશરે 40 કિમી દૂર આવેલા પસવાળા ગામમાં કુલ 700 લોકોની વસતિ છે. મોટા ભાગના લોકો ખેતી કરે છે. ગામમાં દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે ફેલાયેલું છે.
દારૂ થી યુવાનોના મોત થતા ગામની 22 જેટલી બહેનો વિધવા બની ગઈ છે. અહીં પસવાળા ગામ જ નહીં પણ આજુબાજુના કરિયા, સમતપરા, માલીડા વગેરે ગામોમાં પણ દારૂની રેલમછેલ છે.
અહીં દારૂબંધી અંગે કોઈને ખબર નથી અને દારૂના કોઈ કાયદા અહીં લાગુ પડતા નથી પરિણામે લોકો ગરીબી અને વ્યસની તરફ ધકેલાઈ રહયા છે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય કડક કાયદા નો પણ કોઈ અમલ થતો નથી તે સપાટી ઉપર આવ્યુ છે.