બિહારમાં ત્રીજા દિવસે પણ કેન્દ્રની અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલુ રહ્યો છે,19 જિલ્લામાં હિંસક પ્રદર્શન થઈ રહ્યુ છે અને 6 ટ્રેનો સળગાવીને ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે અને ડેપ્યુટી CMના ઘર પર હુમલો થયો છે આ બધા તાજા અપડેટ્સ છે.
જોકે,જે રીતે આંદોલનકારીઓ સરકારી મિલ્કતોને ટાર્ગેટ કરી નુકશાન કરી રહયા છે તે મિલ્કતો ફરી વસાવવા સરકાર જનતાના પૈસાજ વાપરશે તેનાથી જનતાના ખીસ્સા ઉપર બોજો વધી શકે છે તેવી ચર્ચા સામાન્ય લોકોમાં ઉઠી રહી છે.
સમસ્તીપુરમાં દેખાવકારોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. બક્સર અને નાલંદામાં ટ્રેક જામ કર્યો હતો. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો છે. સમસ્તીપુરમાં જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં ટ્રેનના બે કોચ સળગીને ખાખ થઈ ગયા હતા.નાલંદામાં પણ પ્રદર્શનકારીઓએ રેલવેટ્રેક ઉપર આગ લગાવી હતી. આર્મી ભરતી ઉમેદવારોએ રાજગીર-બખ્તિયારપુર રેલવેલાઇનના પાવાપુરી ફાટક પર ટ્રેક જામ કરી દીધો. NH-20 પર ચક્કાજામ કર્યો હતો.
બેગુસરાયના લખમીનિયા સ્ટેશન પર દેખાવકારોએ ટાયરો સળગાવીને ભયનું વાતાવરણ સર્જ્યું હતું.
પ્રદર્શનકારીઓએ છપરા, કૈમુર અને ગોપાલગંજમાં 5 ટ્રેનને આગ ચાંપી દીધી હતી. 12 ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી હતી. એકલા છાપરામાં જ 3 ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. મુસાફરો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. છાપરામાં પ્રદર્શનની સૌથી વધું અસર થઈ હતી.
જોકે,હાલ મોંઘવારીના સમયે સરકારી મિલ્કતોને નિશાન બનાવવાનું ચાલુ રહેતા નુકસાન સરભર કરવા સરકાર જનતા ઉપર વધુ બોજો નાખશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે સરકારી મિલ્કતો જાહેર જનતાના પૈસાથીજ ઉભી કરાયેલી છે અને તેમાં સરવાળે જનતાને જ નુકસાન થશે.
આવા સમયે સરકારી મિલ્કતો ને નુકશાન કર્યા સિવાય અન્ય વિરોધ પ્રદર્શન નો ગાંધી ચીંધ્ય માર્ગ અપનાવવા બુદ્ધિજીવી વર્ગમાં માંગ ઉઠવા પામી છે.