અમદાવાદ થયેલી લૂંટનો ભેદ ક્રાઇમબ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી બે લૂટારાઓને ઝડપી લીધા હતા.
અમદાવાદમાં ચોરી ,લૂંટ હત્યા ખંડણી સહિતના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને જાણે કે હવે ગુનેગારો ખાખીનો ડર રહ્યો ન હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિઓ આચારી રહ્યા છે. લૂંટ હત્યા ઘટના હવે અમદાવાદ સામાન્ય બનતી જઇ રહી છે. એક તરફ સરકાર દ્રારા કાયદા વ્યવસ્થાને લઇ મોટા મોટા બણંગા ફૂંકવામાં આવી રહ્યા છે શહેરમાં ગુનાખોરીના પ્રમાણને ડામવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સક્રિય બની છે અને નૂતન સોસાયટીમાં થયેલો લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શું છે સમ્રગ મામલો
આરોપીઓએ નૂતન સોસાયટીના એક મકાનને લૂંટ માટે ટાર્ગેટ કર્યો હતો જેમાં આરોપી અરૂણસિંહનામના આરોપીએ સોસાયટી બહાર વોચ રાખી હતી અને સાગરિત બિરેન શોબરણ સોસાયટીમાં આવેલા એક ઘરમાં હથિયારની અણીએ ઘુસી ઘરમાં ઘરઘાટીને બંધક બનાવ્યો હતો અને ઘરમાંથી રોકડ રકમ સહિત સોના –ચાંદીના દાગીના લૂંટી ફરાર થયા હતા
ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર ડી બી બારડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાન્ચની ટીમે શહેરમાં બનેલી લૂંટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન થોડાક દિવસ આગાઉ ઓઢવ રીંગરોડ સિલ્વર હેબીટેટ પાસેથી લૂંટને અંજામ આપનાર શખ્સોને ખાનગીરાહે મળતી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો
જેમાં 1 અરુણ સિંહ ઉર્ફે અન્ના 2 બિરેન શોબરણ સિંહ જે મૂળ અમદાવાદનો રહેવાસી છે તેમની પાસેથી લૂંટ કરેલી બાઇક જેની કિંમત 50 હજાર અને મોબાઇલ ફોન જેની કિં 20 હજાર મળી કુલ 70 મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી
