વડોદરામાંથી દોડતી અને પસાર થતી ચાર પેસેન્જર ટ્રેન એક મહિના માટે દર શનિવાર અને રવિવારે રદ કરવામાં આવનાર છે.
પશ્ચિમ રેલ્વે પર માલસામાનની વધુ પડતી અવરજવરને કારણે, 18 જૂન, 2022 થી દર શનિવાર અને રવિવારે વડોદરામાંથી દોડતી અને પસાર થતી ચાર જોડી ટ્રેનોને એક મહિના માટે રદ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવાર અને રવિવારે આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
–22929 દહાણુ રોડ – વડોદરા
–22930 વડોદરા – દહાણુ રોડ
–22959 વડોદરા – જામનગર, ઇન્ટરસિટી,
–12929 વલસાડ – વડોદરા 19035, વડોદરા – અમદાવાદ,
–19036 અમદાવાદ – વડોદરા.
–19 જૂનથી 19 જુલાઈ સુધી દર શનિવાર અને રવિવારે ટ્રેનો રદ કરવામાં આવે છે
–22960 જામનગર – વડોદરા ઇન્ટર સિટી
12930 વડોદરા – વલસાડ
સાથેજ રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે કૃપા કરીને તમારી મુસાફરી સમયે ઉપરના ફેરફારોને ધ્યાનમાં રાખો.