વડોદરામાં PMની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે વાહનોનું ચેકીંગ પણ હાથ ધરાયુ છે ત્યારે સુરક્ષાના કારણો સર એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરાયું હતું.
આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાના હોય તેઓની મુલાકાત પૂર્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટથી સભાસ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના કાફલાની ગાડીઓ સાયરનના આવજો સાથે રસ્તા પરથી પસાર થઇ હતી અને સામાન્ય વાહનોને સાઈડ ઉપર લેવાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીની કાર, પોલીસ પાયલોટિંગ, એમ્બ્યુલન્સ સહિતની કારનો કાફલો રસ્તે પસાર થયો હતો. રિહર્સલ દરમિયાન અન્ય વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. કોન્વોય પસાર થતા વિસ્તાર સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. પીએમનો કાફલો પસાર થવાનો હોય ત્યારેઆ પ્રકારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ થાય છે જે વડોદરાની પીએમની મુલાકાત પૂર્વે કરવામાં આવ્યું હતું.