વડોદરામાં આજે PM નરેન્દ્ર મોદી રૂ.21,000 કરોડથી વધુના કામોના પ્રોજેક્ટ નું લોકાર્પણ કરનાર છે ત્યારે ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં આવી રહયા છે અને તેઓ આજવા રોડ ખાતેના લેપ્રસી હોસ્પિટલ મેદાનમાં સભા સંબોધન કરશે તેઓ આજે વડોદરામાં રૂપિયા 21,504 કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન,પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ પ્રોજેક્ટોનુ લોકાર્પણ કરશે. આ પ્રસંગે માતૃ શક્તિ સહિત વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓનો અભિવાદન કરશે.
આજે તા.18મીના રોજ સવારે પાવાગઢ ખાતે જગત મા શ્રી કાલિકા માતાજીના આશીર્વાદ લઈ, વડાપ્રધાન સીધા વડોદરાના કાર્યક્રમમાં આવશે. તેઓ ખાસ કરીને સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજી લઈને આરોગ્ય સાચવનારી, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની બે નવીન યોજનાઓ મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના( ફાળવણી રૂપિયા 811 કરોડ) અને પોષણ સુધા યોજના( ફાળવણી રૂપિયા 118 કરોડ) નું લોકાર્પણ કરશે.
વિકાસ પર્વની કેટલીક લાક્ષણિક વિશેષતાઓ
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂપિયા 1535 કરોડના એક લાખ આવાસોનું થશે ઈ લોકાર્પણ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂપિયા 2110 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા 41,070 આવસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ..
ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂપિયા 53 કરોડના કામોનું ઈ લોકાર્પણ
પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂપિયા 395 કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂપિયા 122કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 143 કરોડના સૂચિત વિકાસ કામોને સાકાર કરવા ભૂમિપૂજન.માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 23 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ:રૂપિયા.109 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ કરશે.
વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂપિયા 243 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂપિયા 15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત.વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ: કુલાધિપતિ ડો.હસમુખ અઢિયા અને કુલપતિ ડો. રમાશંકર દુબેની ઉપસ્થિતિમાં ઈ શિલાન્યાસ..ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂપિયા 10, 749 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરશે
વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂપિયા 5620 કરોડના કામોનો ઇ શિલાન્યાસ.મહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ.પોષણ સુધા યોજનાને વિસ્તારી ને 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં યોજનાનો પ્રારંભ કરી જનતાને અર્પણ કરશે.