નરેન્દ્ર મોદી વહેલી સવારે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. આજે હિરાબાનો 100મો જન્મદિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી માતાને મળવા સવારે 6.36 વાગ્યે માતાના ઘરે રાયસણ પહોંચ્યા છે. મોદી માતાના જન્મદિવસ નિમિત્તે ભેટ લઈને આવ્યાં છે. તેમના હાથમાં બેગ નજરે પડી હતી.
પીએમ મોદી ગતસાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગુજરાત ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
આજે માતા હીરાબના 100 વર્ષ પુરા થતા તેઓ માતાના જન્મદિનની શુભેચ્છા આપી આર્શિવાદ લઈ પાવાગઢ મંદિર જશે જ્યાં માં કાલિકાના દર્શન અને શીખર ઉપર ધજા ચઢાવવાના છે. પાવાગઢના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા યાદગાર બની રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે.
દરમ્યાન હીરાબાના 100 મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યાના ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.