PM મોદીજીએ માતા હીરાબાના 100મા જન્મ દિન અવસરે માતાના ચરણ ધોઈને પૂજા કરી આર્શિવાદ લીધા હતા અને માં ને લાડુ ખવડાવી અર્પણ કરી હતી.
વડાપ્રધાન મોદી પોતાના માતા હીરાબાના 100માં જન્મ દિવસ પ્રસંગે ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતાં. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે સમય વિતાવ્યો હતો. PM મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તેઓએ પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતાં. પીએમ મોદીએ પોતાની માતાને શાલ અર્પણ કરી હતી
ઘરે પૂજા કર્યા બાદ આસપાસ રહેતા લોકોને પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી,માતાના આશિર્વાદ લીધા બાદ મોદી રાજભવન જવા રવાના થયા હતા ત્યારબાદ પાવાગઢ ખાતે માં કાલિકા માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવશે