દિલ્હીમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને હજુપણ વરસાદ પડવાની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ અપાયુ છે.
દિલ્હી-એનસીઆરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. આજે સતત ત્રીજા દિવસે રાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો.
ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુંગાર બની ગયુ હતુ.
સવારે 8.30 વાગ્યા સુધી 7.2 મિમી અને સાંજે 5.30 વાગ્યા સુધીમાં 11.9 મિમી વરસાદ નોંધાયો હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવા સાથે આગામી ચાર દિવસ સુધી વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે.