દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સુરક્ષા દળોએ આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, સબ-ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર પર શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે પમ્પોર વિસ્તારના સંબુરામાં હુમલો થયો હતો. ફારુક અહ મીરનો મૃતદેહ તેમના ઘરની નજીક આવેલા ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ગઈકાલે સાંજે તેઓ ડાંગરના ખેતરોમાં કામ કરવા માટે તેના ઘરેથી નીકળ્યા હતા તે સમયે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ વરસાવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મીર સીટીસી લેથપોરા ખાતે આઈઆરપી 23મી બટાલિયનમાં ફરજ બજાવતા હતા.
મૃતક મુસલમાન હોવાછતાં આતંકવાદી એ ગોળી મારી પીએસઆઈ ની હત્યા કરી નાખી હતી તેઓને તેના પરિવાર અને બાળકોની પણ દયા આવી ન હતી આમ આતંકીઓ માટે કોઈ ધર્મ નહિ હોવાની વાત સામે આવી છે અને અનેક સ્થાનિક લોકો ભોગ બની રહયા છે તેઓ કોઈને છોડતા નહિ હોવાનું સામે આવી રહ્યું છે.