ગુજરાત સહિત દેશભરમાં 15 કરતા વધુ ટ્રેડર્સ અને એગ્રો સેન્ટર એકમો ઉપર CBIની રેડ પડતા સબંધીતો દોડતા થઈ ગયા છે.
ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના પોટાશની નિકાસ કરતાં ટ્રેડર્સ સામે સર્ચની કાર્યવાહી શરૂ થઈ છે , પોટાશની નિકાસમાં ગેરરીતિની ફરિયાદો ઉઠતા CBIએ 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે.
ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની ગેરકાયદેસર નિકાસ કરી હોવાની વાત મામલે હાલ તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી હોય છે પણ ઔદ્યોગિક મીઠાની આડમાં કાળો કારોબાર થઇ રહ્યાનું ચર્ચાઈ રહયુ છે.જેમાં રૂ. 52.8 કરોડની સબસિડીની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં ખૂલ્યું છે જેમાં કેટલાક એક્સાઇઝના અધિકારીઓની પણ મિલીભગત હોવાની આશંકા ને ધ્યાને લઇ તપાસ શરૂ થતાં જવાબદારો દોડતા થઈ ગયા છે.
મળતા અહેવાલો મુજબ CBIએ
ગાંધીધામ, ડીસા અને વડોદરામાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જેમાં ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ અને તેના માલિકના ઘરે, વડોદરામાં કુસુમ ટ્રેડર્સ અને તેના માલિક નીતિન શાહને ત્યાં તેમજ ડીસામાં શરદ એગ્રો સેન્ટરના માલિક શરદ કક્કડને ત્યાં CBIએ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ છે
