વડાપ્રધાન મોદી આજે સવારે પોતાના માતા હીરાબાના 100 વર્ષમાં જન્મદિવસે માતાના ચરણની પૂજા કર્યા બાદ આર્શિવાદ મેળવી ત્યાંથી સીધાજ પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચ્યા છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યાં બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના મોદીજીના હસ્તે ઐતિહાસિક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
પાવાગઢ સાથે પ્રાચીન ઇતિહાસ જોડાયેલો છે અહીં 500 વર્ષ પહેલા મહંમદ બેગડાએ હુમલો કરી પાવાગઢ ગઢ જીતી લીધા બાદ મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દઇ મંદિરના ગર્ભગૃહ ઉપર દરગાહ બનાવી દેવામાં આવી હતી હાલમાં સર્વસંમતિ સાથે દરગાહ ખસેડવામાં આવી છે.
મહમદ બેગડાના હુમલા બાદ શિખર ખંડિત કરી ગર્ભગૃહ ઉપર દરગાહ કરી દેવાતા પાવાગઢમાં માં કાલિકાના મંદિર ખાતે શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે હવે નવ નિર્મિત શીખર બનાવી ફરી એકવાર મોદીજીએ પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો દોહરાવ્યો છે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને માં ના ચરણમાં શીશ ઝુકાવ્યું હતું.
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.
આમ પાવાગઢ માં માતાજીના મંદિર ઉપર ધ્વજા રોહણ કરી મોદીજીએ ધન્યતા અનુભવી હતી,તેઓ એ આ પાવન પ્રસંગે જણાવ્યું કે 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે.
આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે
ગુપ્ત નવરાત્રી પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે,સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે,મોદીજી એ કહ્યુ કે હું મારુ પુણ્ય છે, તે દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહુ તે મે માતાજી પાસે માગ્યું છે
પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઇ છે,કોઇ લગ્ન થાય તો ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મુકે છે અને માતાજીને આ પત્રિકા સંભળાવવામાં આવે છે.
ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિ ઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે એમ તેઓએ ઉમેર્યું હતું અને માં ના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.