ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ પોતાને દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો માણસ ગણાવ્યો છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.જેમાં તે ઇસમે ફોન કરીને કહ્યું કે હું ઈકબાલ કાસકરનો માણસ બોલી રહ્યો છું તમારી હત્યા થવાની છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બીજેપી સાંસદે આ અંગે ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાને કોઈએ ફોન પર ધમકી આપી છે, ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના માણસ તરીકે આપી હતી. એમ પણ કહ્યું કે ‘તમારી હત્યા થવાની છે, આ સમયે સાધ્વીની સાથે ઉભેલા લોકોએ આ વાતચીતનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.