વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં છેલ્લા 24 કલાકમાં નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત રૂ. 1,53,584 ઘટીને રૂ. 16,09,188 થઈ ગઈ છે. આ કિંમતે, બિટકોઈનનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને $31.4 ટ્રિલિયન થઈ ગયું છે. આ સિવાય બિટકોઈન પછી બીજા નંબરની સૌથી પસંદગીની ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમની કિંમતમાં પણ 9.23 ટકાનો ઘટાડો થયો છે અને તે 8,499 રૂપિયા ઘટીને 83,618 રૂપિયા થઈ ગયો છે. આ સાથે તેનું માર્કેટ કેપ પણ ઘટીને 10.5 ટ્રિલિયન થઈ ગયું છે. એ પણ નોંધનીય છે કે પાછલા દિવસોથી સતત ઘટાડા વચ્ચે, ટેથર સિક્કો, જે સતત લાભમાં વેપાર કરી રહ્યો છે, હવે નીચે આવ્યો છે અને તે નજીવો ઘટીને રૂ. 83.43 પર આવી ગયો છે.ક્રિપ્ટો માર્કેટમાં થયેલા આ જંગી ઘટાડાથી થયેલા હોબાળાને કારણે રોકાણકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ સપ્તાહ દરમિયાન મોટાભાગની ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા સાત દિવસમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણ કરનારાઓએ 22 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ અઠવાડિયું માત્ર ક્રિપ્ટો માર્કેટ માટે જ નહીં પરંતુ શેરબજારો માટે પણ ઘણું ખરાબ સાબિત થયું છે અને અમેરિકાથી લઈને ભારતીય બજારોમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બિટકોઈન અને ઈથેરિયમ તેમની ઊંચાઈથી એટલા દૂર છે કે હાલતો પુનઃપ્રાપ્તિની આશા ખુબજ ઓછી છે.
ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાનાં આ સમયગાળામાં બીનાન્સ કોઈન પણ ખરાબ સ્થિતિમાં છે. તેમાં એક જ દિવસમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત 1369 રૂપિયા ઘટીને 16,947 રૂપિયા થઈ ગઈ છે. રિપલની વાત કરીએ તો તેમાં સાત ટકા અને સોલાનામાં 7.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડોજકોઈનની કિંમત 6.26 ટકા ઘટીને 4.54 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે ટોપ-10માં સામેલ પોલ્કાડોટની કિંમત 8.11 ટકા ઘટીને 565 રૂપિયા થઈ ગઈ છે. એવબોન્ચ ની કિંમતમાં પણ તીવ્ર ઘટાડો થયો છે અને તે 7.37 ટકા ઘટીને રૂ. 1,270 પર આવી ગયો છે. શિબા ઈનુ વિશે વાત કરીએ તો, તેની કિંમત પાંચ ટકા ઘટીને રૂ. 0.000655 અને લાઈટ કવાઇન 3.37 ટકા ઘટીને રૂ. 3,783 પર આવી ગઈ છે.
