વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની માતા હીરાબાના 100માં જન્મદિન પ્રસંગે લખેલા બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કરતા આ વાત ગતરોજ ભારે ટ્રેન્ડમાં રહી હતી અને મોટાભાગના લોકો આ વાત સાચી માનતા ન હતા ત્યારે ખરેખર આ અબ્બાસ કોણ છે અને હાલ ક્યાં રહે છે તેમના ગામનું નામ કયું છે વગેરે સવાલો યુઝર્સ કરી રહયા હતા ત્યારે આપને જણાવી દઈએ કે તે તમામ સવાલોના જવાબ મોદી પરિવારે જનતા સમક્ષ રજુ કર્યા છે.
જેમાં નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદીએ જણાવ્યું કે આ વાત સાચી છે અબ્બાસના
પિતાનું નિધન થઈ ગયા બાદ તે નિરાધાર થઇ ગયા હતા અને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ વચ્ચે મોદી પરિવારે તેમની ભણવાથી માંડી ખાવાપીવાની રહેવાની તમામ જવાબદારી સાથે ઘરે લઈ આવ્યા હતા અને મોટા કર્યા હતા હાલમાં આ અબ્બાસ ઓસ્ટ્રેલિયમાં પોતાના નાના પુત્ર સાથે રહે છે, જો કે તેમનો મોટો પુત્ર આજે પણ મહેસાણા જિલ્લાના ખેરાળુ પાસેના કેસિમ્પા ગામમાં રહે છે.
અબ્બાસના પિતા વડનગરની પાસેના મુસ્લિમ બહુમતિ ધરાવતા રસૂલપુર ગામે રહેતા હતા જ્યાં નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેનારા અબ્બાસ અમારા નાના ભાઇ પંકજ મોદીની ઉંમરના હતા અને તેમના મિત્ર હતા. પિતાનું અવસાન થતા અબ્બાસને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ થઇ હતી, ત્યારે મારા પિતા દામોદરદાસભાઈએ અબ્બાસના ઉછેરની જવાબદારી લઇ તેમને અમારા ઘરે લઇ આવ્યા અને તેમની રહેવાથી માંડીને અભ્યાસ સુધીની તમામ જવાબદારી નિભાવી હતી.
ત્યારબાદ અબ્બાસ ભણીગણીને ગુજરાત સરકારના નાગરિક પૂરવઠા વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે જોડાયા હતા. હજુ ગયા વર્ષે જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને હાલ તેઓ તેમના નાના પુત્રની સાથે ઓસ્ટ્રેલિયમાં રહે છે. અમારા પરિવારની સ્થિતિ પણ તે વખતે આર્થિક રીતે સારી ન હતી, પરંતુ આર્થિક ચિંતા કર્યા વિના અબ્બાસને અમારી સાથે રાખ્યો હતો.
ઇદના તહેવારમાં માતા હીરાબા અબ્બાસ માટે પકવાન બનાવતા જે વાત નરેન્દ્ર મોદીએ પણ પોતાના બ્લોગમાં લખી છે અને અબ્બાસ અને અમે સહુ બાળપણમાં સાથે રમીને મોટાં થયા છે જે વાત અહીં સૌ કોઈ જાણે છે.
આમ,અબ્બાસ મામલે મોદીજીએ કરેલા ઉલ્લેખની વાત સાચી નીકળી હતી.