કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ છે તેઓ 52 વર્ષના થયા છે, તેઓએ કોરોનાકાળ ને લઈ ઉજવણી કરવાનું ટાળ્યું છે, અને કાર્યકરોને લોકોની સેવા કરવા આહવાન કર્યું છે જેથી ‘સેવા દિવસ’ની ઉજવણી થઈ રહી છે.
કોંગ્રેસ સહિત તેમના ચાહકો સતત અભિનંદન પાઠવી રહયા છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહયા છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970ના રોજ થયો હતો.
રાહુલ ગાંધીના જન્મદિનને ‘સેવા દિવસ’ તરીકે પાર્ટીના કાર્યકરો ઉજવી રહયા છે અને જરૂરિયાતમંદ લોકોને રાશન, મેડિકલ કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પાર્ટીએ પહેલાથી જ રાજ્ય કોંગ્રેસ સમિતિઓ, પાર્ટીના વિવિધ સંગઠનો અને વિભાગોને પત્ર લખીને રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારની ઉજવણીનું આયોજન ન કરવા અને કોઈ હોર્ડિંગ્સ કે પોસ્ટર ન લગાવવા જણાવ્યું હતું, અને તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરવા જણાવતા તેઓના જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના જન્મદિવસ પર કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ શુભકામનાઓ પાઠવી રહયા છે.