રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હાલવડોદરામાં વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર,મધ્ય,ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યો છે અને હાલમાં પણ અનેક જગ્યાએ વરસાદ ચાલુ છે ત્યારે વડોદરામાં આજે રવિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.
સુરત સહિત વલસાડ સંઘ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી છે.
સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા,મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.