વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટનલ તૈયાર થતા હવે 30 મિનિટની મુસાફરી 5 મિનિટમાં પૂર્ણ થઇ જશે. જેનાથી દિલ્હીમાં ટ્રાફિકજામથી રાહત મળશે.
ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી આ ટનલથી કાર્યક્રમ સ્થળ ઉપર ટનલમાંથી આવતી વખતે તેઓ થોડીવાર માટે પગપાળા પણ ચાલ્યા હતા તે વખતે ટનલમાં એક પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઈ તો તેમણે જાતે જ તેને ઉપાડીને ડસ્ટબિનમાં નાખી હતી.
મોદીજી એ જણાવ્યુ કે આજે દિલ્હીના નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનીભેટ મળી છે.’ ‘દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોની શક્તિ, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિના પ્રદર્શન માટે પ્રગતિ મેદાન બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ભારત બદલાઈ ગયું, ભારતની તાકાત બદલાઈ ગઈ, જરૂર અનેકગણી વધી, પરંતુ પ્રગતિ મેદાને બહુ પ્રગતિ કરી નહીં.’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ એક નવું ભારત છે. સમસ્યાઓ પણ ઉકેલે છે. નવા સંકલ્પો લે છે અને તે સંકલ્પો પૂરા કરવાનો પણ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે દેશની રાજધાનીમાં વિશ્વ કક્ષાના કાર્યક્રમો ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ, પ્રદર્શન હોલ હોય, આ માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે.
ટનલ ખુલતાની સાથે જ મેરઠ એક્સપ્રેસ વે થઈને ઈન્ડિયા ગેટ જવાનો લોકોનો રસ્તો સરળ થઈ ગયો છે અને સિક્સ લેન પ્રગતિ મેદાન ટનલ ખુલવાથી રીંગરોડ અને ઈન્ડિયા ગેટની અવરજવર સિગ્નલ ફ્રી થઈ જશે. મુસાફરીનો આ ભાગ ત્રીસ મિનિટના બદલે માંડ પાંચ મિનિટમાં જ પૂર્ણ થશે. આનાથી પ્રગતિ મેદાન નજીકના તમામ રસ્તાઓની અવરજવર સરળ બનશે અને લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે.