રાજ્યમાં વરસાદી માહોલ છે વડોદરાથી લઈ સુરત જિલ્લામાં વરસાદ થયો છે,ભાવનગર જિલ્લા માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ભાવનગર શહેરમાં ૧૯ એમ એમ,સિહોર ૦૨ એમ એમ, ગારિયાધાર ૦૨ એમ એમ,જેસર ૧૨ એમ એમ,મહુવા ૧૫ એમ એમ વરસાદ સવારે ૬ કલાક થી બપોરે ૨ કલાક સુધીનો નોંધાયો હતો. અમરેલી,ગીર સોમનાથ વગરે વિસ્તારમાં વરસાદના વાવડ છે.
આગામી તારીખ 21 અને 22 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
અમરેલીનાં તાતણિયા અને લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ધારીના ગોપાલ ગામમાં વરસાદને પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા હતા. ગીર સોમનાથ અને અમરેલીના ગ્રામ્ય પંથકમાં ફરીથી વરસાદની શરૂઆત થતા વાતાવરણ આહ્લાદક બની ગયું હતું