ભારત સંપૂર્ણપણે હિન્દૂરાષ્ટ્ર બની જશે તે દિવસો હવે દૂર નથી તેમ પુરી પીઠના શંકરાચાર્જ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ દાવો કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, ભારત આગામી સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર બની જશે.એવુ નથી કે, દેશમાં રહેતા અન્ય ધર્મના લોકોને દેશ બહાર મોકલી દેવાશે અથવા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાશે .હિન્દુ રાષ્ટ્ર બન્યા પછી પણ અન્ય ધર્મના લોકો પણ એજ રીતે રહેશે જે હાલમાં રહે છે.
સ્વામી નિશ્લાનંદનુ કહેવુ હતુ કે, હિન્દુ ધર્મ જીવનમાં માનવતાના પાઠ શીખવે છે, સહિષ્ણુતા અને અહીંસા શીખવાડે છે.બહુ જલ્દી ભારતવાસીઓ નકારાત્મકતાને ત્યજીને દેશ હિતમાં કામ કરશે , ધર્મથી નહીં પણ વિચારો અને સ્વભાવથી દેશના લોકો હિન્દુ થઈ જશે અને ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે.
એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યુ હતુ કે, વારાણસી જ્ઞાનવાપી વિવાદ બંને પક્ષોએ કોર્ટના ચુકાદાની રાહ જોયા વગર ઉકેલવો જોઈએ.મુસ્લિમોને પણ એ વાત ખબર છે કે, તેમના પૂર્વજો પહેલા હિન્દુ હતા અને મોગલ આક્રમણખોરોએ તમામ મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી.પહેલા જે ભૂલ થઈ છે તે અત્યારે સુધારી શકાય છે. મુસ્લિમોએ પહેલ કરીને જ્ઞાનવાપી પરથી પોતાનો દાવો પરત ખેંચવો જોઈએ.
અને જો જરુર પડે તો પોતે મધ્યસ્થતા કરવા માટે તૈયાર હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
