સતત છ દિવસના ઘટાડા બાદ આખરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સોમવારે શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું હતું.બીએસઈ સેન્સેક્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે 53,500ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. .
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે ગ્રીન નિશાન પર ટ્રેડિંગ શરૂ થતાં પાછલા દિવસોથી સતત ઘટાડા પર બ્રેક લાગી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ ઈન્ડેક્સ 135 પોઈન્ટ ઘટીને 51,360 પર જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 67 પોઈન્ટ ઘટીને 15,293 પર બંધ થયો હતો.