રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીઓ અગાઉ ભાજપમાં જોડાઈ જવા નેતાઓની જાણે હોડ જામી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે હવે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાનોભાજપમાં પ્રવેશ લગભગ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યુ છે.
ધારાસભ્ય લલિત વસોયાએ સરકીટ હાઉસ ખાતે એક ગુપ્ત મિટિંગ કરી હોવાની ચર્ચા છે જેમાં હોદેદારોએ પણ કેસરિયા કરી લેવા સલાહ આપી હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે ભાજપમાં મોટાભાગના કોંગ્રેસ નેતાઓ જોડાયા હોય હવે મૂળ કોંગ્રેસીઓની સંખ્યા ભાજપમાં વધી છે ત્યારે હવે બાકીના ઘણા નેતાઓ ભાજપમાં જવા થનગની રહયા છે તેવે સમયે ચુંટણીઓ નજીક આવતાજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.