ભારત સહિત વિશ્વભરમાં આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના મૈસુર સ્થિત પેલેસ ગ્રાઉન્ડમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં હાજર રહી 15000 લોકો સાથે યોગા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પીએમે કહ્યું કે યોગ મનની શાંતિ લાવે છે.યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ આખું બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરુ થાય છે, યોગ આપણને અંદરથી જાગરુક બનાવે છે અને જાગરુકતાની ભાવનાનું નિર્માણ કરે છે.ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત લગભગ 15,000 લોકો વચ્ચે કરી હતી, પીએમ મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. તે જીવનનો એક ભાગ નથી, તે જીવનનો એક માર્ગ બની ગયો છે.
તેમણે કહ્યું- ‘યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. તે આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. તે બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. તે લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશના 75 ઐતિહાસિક કેન્દ્રો પર એક સાથે યોગ કરવામાં આવી રહ્યો છે. તે ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે તેઓએ યોગને ગમેતેવા તણાવમાંથી મુક્તિ લાવવાનો રામબાણ ઈલાજ ગણાવ્યો હતો.