રાજ્યમાં કોરોનાની રફતાર ચાલુ છે અને અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ સહિત જુદાજુદા શહેરોમાં કેસ સામે આવી રહયા છે, છેલ્લા પાંચ દિવસથી 200થી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 860ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 453 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે.
16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 18 જૂને 244 અને 18 જૂને 217 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.
આમ,કોરોનાની રફતાર ચાલુ રહી છે અને એક ફલૂ ની જેમ કેસ નોંધાઈ રહયા છે ત્યારે જનતાને વેકશીન લઈ લેવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે.