સુરતમાં રૂા.૧૦.૬૩ કરોડના ખર્ચે શહેરના ત્રણ ઝોન, ૧૮ હેલ્થ સેન્ટર સહિત કુલ ૨૮ સ્થળોએ ૨૦૦૦ કી.વો. ક્ષમતાનો રૂફટોપ ગ્રીડ ક્નેટેડ સોલાર ફોટોવોલ્ટેઇક બેઇઝડ પ્લાન્ટ સ્થાપિત કરવા ગતિવિધિ શરૂ થઈ છે. સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા મંજૂરી મળી ગઈ છે અને ટુક સમયમાં મહાનગરપાલિકા દ્વારા કામ ચાલુ થઈ જશે.
મહત્વનું છે કે સુરત શહેરને ૨૦૧૦માં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ડેવલપમેન્ટ ઓફ સોલાર સિટિઝ પ્રોગામ અંતર્ગત સોલાર સીટી તરીકે જાહેર કરવાના ભાગરૂપે ૨૦૧૨-૧૩માં સાયન્સ સેન્ટરમાં ૧૦૦ કી.વો ક્ષમતાનો પહેલો સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો અને ત્યારપછી અત્યારસુધીમાં જુદાજુદા ૬૦ સ્થળોએ કુલ ૭૦૦૦ કી.વો ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટસ સ્થાપિત કરાયા છે.હવે શહેરના ત્રણ ઝોન સરથાણા, કતારગામ, રાંદેર અને પાલિકાના ૧૮ હેલ્થ સેન્ટર તથા ૭ અન્ય બિલ્ડીંગો મળી વધુ ૨૮ સ્થળે ૨૦૦૦ કી.વો ક્ષમતાના રૂફટોપ સોલાર પ્લાન્ટનું નાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.