ભારત સહિત દુનિયાભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરખંડમાં આઈટીબીપીના જવાનોએ પણ 16 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ દિવસની ઉજવણી કરી હતી
ભારત-ચીન સરહદ પર લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત વિવિધ ઊંચાઈવાળા વિસ્તારમાં ઉત્તરમાં લદ્દાખથી લઈને પૂર્વમાં સિક્કિમ સુધી, આઈટીબીપીના જવાનોએ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગા કર્યા હતા.
યોગ દિવસની શરૂઆત થતાં જ લદ્દાખથી લઈને છત્તીસગઢ અને આસામના ગુવાહાટીથી લઈને સિક્કિમ સુધી, ITBPના જવાનોએ યોગ કર્યા હતા. સૈનિકોએ સૂર્ય નમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBP જવાને આ અવસર માટે એક ગીત પણ કમ્પોઝ કર્યું છે.
મહત્વનું છે કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી વર્ચ્યુઅલ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવતું હતું પણ આ વર્ષે મહામારી કાબુમાં આવતા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ITBP જવાનોએ યોગ દિવસના અવસર પર એક ગીત સમર્પિત કર્યું છે જેના ગીતો છે – જ્યારથી યોગ દિવસ આવ્યો છે, યોગનો આનંદ સર્વત્ર છે.
આમ,યોગા દિવસ અવસરે સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.