સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પંકજ તાયડેને સીઆર પાટીલે લીંબયતમાં આમ આદમીના પોસ્ટર કેમ લગાવ્યા તેમ કહી હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે ધમકી આપી હોવાના મામલે આપના ગોપાલ ઇટલીયાએ પ્રેસ કોંફરન્સ યોજી પાટીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું પત્રકારોને જણાવ્યુ હતુ.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટલીયાએ પ્રેસ કોંફરન્સમાં જણાવ્યુ કે ગુજરાતમાં વીજળીના ભાવો સરકાર વધુ વસૂલ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી વીજળી આંદોલન શરૂ કર્યું છે.
પંજાબ અને દિલ્હી બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય અને ત્યાં પોતાના નાગરિકોને ૨૦૦ તથા ૩૦૦ યુનિટ સુધી વીજળી આપવામાં આવે છે, તેમ ગુજરાત સરકાર પણ વીજળી ગ્રાહકોને સસ્તા દરે આપે તેવી માંગ કરવામાં આવી છે
આ માટે રાજ્યભરમાં આમ આદમી કાર્યક્રમો યોજી રહી છે અને તેને જનતાનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે તેવે સમયે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવતા બેનરો ફાડી નાખવામાં આવી રહયા છે આવા બનાવો વચ્ચે સુરતમાં લીંબયત વિસ્તારમાં પણ બેનરો લગાવવામાં આવ્યા હતા તે મામલે ભાજપના સીઆર પાટીલે પોતાના મોબાઈલ થી આમ આદમી પાર્ટીના પંકજ તાયડે ને બેનરો કેમ લગાવ્યા કહી ધમકી આપી હોવાનો આક્ષેપ કરી સીઆર પાટીલ સામે ફરિયાદ નોંધાવવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે.તેઓએ કહ્યુ કે અમારી પાસે પૂરતા પુરાવા છે અને તે રજૂ કરીશું.
ગોપાલ ઇટલીયાએ ભાજપની સરકારને ગુંડાઓની સરકાર ગણાવી હતી.