સુરત શહેર-જિલ્લામા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને વિતેલા 24 કલાકમાં નવા 45 કેસ નોંધાયા છે. છેલ્લા 14 દિવસમાં 252 પોઝિટિવ કેસ નોંધાયા છે.
હાલ સુરત શહેર જિલ્લામાં 204 એક્ટિવ કેસ છે. જેમાંથી 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે
શહેરમાં સામે આવેલા 35 પોઝિટિવ કેસમાં દુબઈથી પરત આવેલા ઘોડદોડ રોડના હીરાના વેપારી, વેસુના ટેક્ષટાઈલ વેપારી, જુદા જુદા વિસ્તારમાં રહેતી 13 ગૃહિણીઓ, અડાજણમાં રહેતા અને પ્યુનની નોકરી કરતા વ્યક્તિ અને તેમની પત્ની, કટલેરીના વેપારી, ભટાર અને મજુરાગેટ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીઓ, 2 સેલ્સમેન, તેમજ સિનિયર સિટીઝનો કોરોના સંક્રમીત થયા હોવાનું નોધાયું છે.