શિવસેનાના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના તમામ ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભેગા થવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા કમલનાથ પણ બાળાસાહેબ થોરાટના ઘરે પહોંચ્યા છે.
સીએમ ઉદ્ધવ કોરોના સંક્રમિત હોવાને કારણે વર્ચ્યુઅલ મીટિંગ કરી રહ્યા છે. આ બેઠકમાં અનેક ધારાસભ્યો હાજર છે.
તાજા અહેવાલો મુજબ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. ફડણવીસ સાથેના સંપર્ક અંગે પૂછવામાં આવતા શિંદેએ કહ્યું કે તેઓ ભાજપના કોઈપણ નેતાના સંપર્કમાં નથી.