મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની આ રાજકીય સ્થિતિ વચ્ચે નેતાઓ અને સામાન્ય લોકો સિવાય હવે સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં, મિર્ઝાપુર ફેમ અભિનેતા દિવ્યેન્દુ શર્માએ મહારાષ્ટ્રમાં ગહન રાજકીય સંકટ પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું છે. અભિનેતાએ આ ટ્વીટમાં કોઈપણ નેતા કે પાર્ટીનું નામ લીધા વગર ટોણો માર્યો છે.
અભિનેતાએ કટાક્ષ કરતા લખ્યું હતું કે, “સેલ… સેલ… સેલ… ધારાસભ્ય લઈ લો… ‘રાજકારણ આ કહેવાતા નેતાઓ માટે માત્ર એક વ્યવસાય છે’ દિવ્યેંદુનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેને લગભગ 15,000 લાઈક્સ અને 2000 થી વધુ રીટ્વીટ મળી છે. હવે અભિનેતાના આ ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
અભિનેતાના ટ્વીટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ટ્વીટના જવાબમાં એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘બિલકુલ સાચું કહ્યું સર.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહી.’ આ સિવાય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, ‘જનતા ટેક્સ ભરતી રહી’, નેતાઓ મોજ કરતા રહ્યા !!