કેદારનાથ યાત્રામાં સામાન અને યાત્રીઓ માટે ઉપયોગમાં લેવાતા મૂંગા જાનવરો મરતા રહ્યા પરંતુ તેમના માલિકોના ખિસ્સા ભરતા ગયા છે. કેદારનાથ યાત્રામાં 46 દિવસમાં ઘોડા અને ખચ્ચરથી 56 કરોડની આવક થઈ છે.
મુસાફરો અને માલસામાનને અમાનવીય રીતે લઈ જવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અત્યાર સુધીમાં 175 મૂંગા પ્રાણીઓના મોત થયા છે.
વર્ષમાં ગૌરીકુંડથી કેદારનાથ માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઘોડા અને ખચ્ચર પર આ 16 કિમીનું આ દુસ્તર અંતર કાપે છે. અત્યાર સુધીમાં 2,68,858 મુસાફરો ઘોડા અને ખચ્ચર મારફતે કેદારનાથ પહોંચ્યા હતા અને દર્શન કરીને પરત ફર્યા હતા. આ દરમિયાન 56 કરોડનો ધંધો થયો હતો અને જિલ્લા પંચાયતને રજીસ્ટ્રેશન ફી તરીકે લગભગ 29 લાખની રકમ મળી હતી પણ સામે મૂંગા પશુઓના અસહ્ય વેદના બાદ મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે.