સૌરાષ્ટ્રમાં અમરેલી અને ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યા છે.
અમરેલી શહેર ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદી બેકાંઠે વહી રહી છે.
ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.
સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ છે.
નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી બાદ માં પાણી ઓસર્યા હતા જો હવે વધુ વરસાદ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા છે.
રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે રાજુલાના દેવકા અને હડમતીયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયાના અહેવાલો વચ્ચે વીજળી ગુલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.