રાજકારણમાં કોઇ કોઈનું નથી અહીં ‘જીસકે પક્ષમે લડડુ ઉસકે પક્ષમેં હમ’ જેવો ઘાટ છે આવુજ કઈક મહારાષ્ટ્રમાં બન્યું છે હાલ મહારાષ્ટ્રમાં એક્નાથ શિંદેનો સિક્કો ચાલે છે અને તેવે સમયે ઉદ્ધવને તેના ખાસ માણસોજ બાય બાય કરી રહયા છે.
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાંથી બળવો કરનાર એકનાથ શિંદે ને મનાવવા ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને સુરત આવેલા સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકે પણ મોકો જોઈ હવે ઉદ્ધવનો સાથ છોડ્યો છે અને તે બંને નેતાઓ હવે એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે.
સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પણ ગુવાહાટી જવા રવાના થયા છે જેઓ હવે એકનાથ શિંદેની પડખે થઈ ગયા છે.હોટેલ લા મેરેડિયનમાંથી 6 સભ્યોને મેરિયેટ હોટેલમાં શિફ્ટ કરાયા હતા. જે બાદ મોડી સાંજે તેમણે ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી શિંદે પાસે જવા રવાના થઈ જતા એક્નાથ શીંદેનું વજન વધ્યું છે.
એકનાથ શિંદે ને મનાવી ઉદ્ધવ ઠાકરે પાસે લાવવા મધ્યસ્થી બનેલા આ બંન્ને નેતાઓને એકનાથ શિંદે નું વજન વધતું જોઈ હવે એકનાથ શિંદે ની સાથે ગોઠવાઈ જતા રાજકારણમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.