24 જૂને અવકાશમાં પાંચ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે. જે દૂરબીનની મદદથી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિને એક લીટીમાં જોઈ શકાશે.
ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને ગ્રહોનો સંગમ કહે છે, લગભગ 18 વર્ષ બાદ અવકાશમાં આવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે.
આ ગ્રહો છેલ્લે 2004માં સીધી રેખામાં જોવા મળ્યા હતા.
હવે આ ગ્રહો એક લાઈનમાં આ રીતે એક્સાથે ફરી 18 વર્ષ બાદ 2040માં જોવા મળશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો હવામાન સ્વચ્છ રહેશે તો આ ગ્રહો સરળતાથી સીધી રેખામાં જોઈ શકાશે.
આકાશમાં આ દુર્લભ અને અદ્ભુત નઝારો જૂનની શરૂઆતથી જ બની રહ્યો છે.
આ નઝારો વહેલી સવારે જોઈ શકાય છે પણ આજે નજારો ખૂબ જ ખાસ હોઈ શકે છે.
શુક્ર અને મંગળની વચ્ચે નીચે આવતો અર્ધચંદ્રાકાર પણ દેખાશે.
આ દૃશ્ય જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ પૂર્વ તરફની ક્ષિતિજમાં છે અને આ દૃશ્ય દૂરબીન દ્વારા જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોના મતે જો બુધ ગ્રહ ન દેખાય તો નિરાશ થવાની જરૂર નથી. જો ચાર ગ્રહો પણ એક સાથે જોવા મળે તો સુંદર નજારો હશે.