મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે ઈન્દોર થઈને વડોદરા આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એકનાથ શિંદે પણ ગુવાહાટી થી વડોદરા પહોંચ્યા હતા દરમિયાન અમિત શાહ પણ આજ સમયે વડોદરામાં હોવાની વાતને લઈ ભારે ચર્ચા રહી છે જોકે,આ વાતને સત્તાવાર સમર્થન મળી શક્યું નથી.
વડોદરા માં ગઈ રાતે મહારાષ્ટ્રના ભાજપના નેતા ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મહત્વની બેઠક પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો પણ કરી શકે છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગઈકાલે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વડોદરામાં હાજર હતા ત્યારે આ બંને નેતાઓની વડોદરામાં હાજરી મહત્વની બની જાય છે જોકે, શાહની મહારાષ્ટ્રના નેતાઓ સાથેની મુલાકાત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે તેમજ બળવાખોર ધારાસભ્યોના સમર્થન સાથે, રાજ્યપાલ સાથે સીધા જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ કિસ્સામાં રાજ્યપાલ ફ્લોર ટેસ્ટનો આદેશ પણ આપી શકે છે. ઉદ્ધવ પાસે ફ્લોર ટેસ્ટમાં પૂરતા નંબર નહીં હોય તે સ્થિતિમાં તે વિશ્વાસનો મત ગુમાવશે.
આ પછી ભાજપ શિંદેના બળવાખોર ધારાસભ્યોની મદદથી સરકાર બનાવી શકે છે.