સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને નવા 74 કેસ નોંધાયા છે જ્યારે રાજ્યમાં વીતેલા 24 કલાકમાં કુલ 419 કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં કોરોનામાં 59 કેસ અને જીલ્લામાં 15 મળી કુલ 74 નવા દર્દીઓ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ લિંબાયતમાં 14, કતારગામમાં 9, રાંદેરમાં 9,વરાછા એમાં 6, અઠવામાં 7, સેન્ટ્રલમાં 7, વરાછા બીમાં 6, ઉધના એ ઝોનમાંં 1 દર્દીઓ નોંધાયા છે.
હાલ શહેરમાં કોરોનાના કુલ 291 એકટીવ કેસ પૈકી સાત દર્દી હાલ હોસ્પિટલમાં દાખલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે 218 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.92 ટકા થયો છે. તો સતત 10મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 25 દિવસમાં કુલ 4506 કેસ નોંધાયા છે. તૈ પૈકીના 2309 કેસ માત્ર એક સપ્તાહમાં નોંધાયા છે.