ઉત્તર પ્રદેશની રામપુર, આઝમગઢ અને પંજાબની સંગરુર લોકસભા બેઠકો અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી આજે રવિવારે થશે.
જેમાં દિલ્હીની રાજીન્દર નગર સીટનો પણ સમાવેશ થાય છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાના ભાવિનો નિર્ણય થશે. આ બેઠકો માટે 23 જૂને મતદાન થયું હતું.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે.
રામપુરમાં લોકસભા પેટાચૂંટણી બાદ વહીવટી કર્મચારીઓએ મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વિધાનસભા મુજબ 16-16 ટેબલ લગાવવામાં આવ્યા છે. મત ગણતરી 33 રાઉન્ડમાં પૂર્ણ થશે. જે બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ દરમિયાન બજાર સમિતિમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.