ભારત જેવા દેશોમાં છેલ્લા ઘણાજ સમયથી બળાત્કાર અને ગેંગરેપ જેવી ઘટનાઓ વધી ગઈ છે એટલુંજ નહિ પણ પતિ-પત્ની સિવાય બાહ્ય સેક્સના કિસ્સા વધતા કેટલાય સબંધો બગડી રહયા છે, સેક્સનો અતિરિક અને લીવ ઇન રિલેશનશિપનું દુષણ વધતા સબંધોની હત્યા થઈ રહી છે મહિલાઓ અને કિશોરીઓ નું જીવન નર્ક જેવું બની રહ્યું છે ભારતની સંકૃતિ વિરુદ્ધ વાતાવરણ છે,શાળા,કોલેજ,ટ્યુશન બધેજ સેક્સનું દુષણ વધ્યુ છે જેની સામે કોઈ કડક કાયદા નહિ હોવાથી ગંદકી વધી ગઈ છે તો બીજી તરફ કતાર જેવા દેશોમાં આ બધું ચાલતું નથી પરિણામે ત્યાં પત્ની સિવાય જો બીજે કઈક સેક્સ કરતા પકડાય તો 7 વર્ષ જેલમાં જવું પડે છે અને બળાત્કાર કરનારને આકરી સજાની જોગવાઈ હોય કોઈ આવો વિચાર પણ કરી શકતું નથી હાલમાં જ FIFA વર્લ્ડ કપ 2022નું ત્યાં આયોજન કરવામાં આવ્યું હોય ફૂટબોલ ચાહકોને વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે. કતાર પહેલેથી જ LGBTQ અને માનવાધિકાર ઉલ્લંઘન અંગેના તેના સ્ટેન્ડ વિશે દુનિયાભરમાં જાણીતું છે.
હવે અહેવાલ છે કે, કતારે વર્લ્ડ કપ દરમિયાન વન-નાઈટ સ્ટેન્ડ અને જાહેર રોમાંસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
અહેવાલ મુજબ, કતારે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશી મહેમાનોએ આ દેશના કડક કાયદાનું પાલન કરવું પડશે. અહીંની પોલીસે સેક્સ મેંનિયાક લોકોને સ્પષ્ટ જણાવ્યું છે કે, પતિ-પત્ની સિવાયના યુગલને શારીરિક સંબંધ બાંધવા પર 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય કતાર સરકાર દ્વારા અન્ય ઘણા કડક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે.
અહીં સમલૈંગિકતા અને સિંગલ્સનો શારીરિક સંબંધ પણ મોટો ગુનો માનવામાં આવે છે
કતારમાં ઇસ્લામિક શરિયા કાયદો અમલમાં છે. જે મુજબ પત્ની સિવાય અન્ય સાથે સેક્સ કરવું એ મોટો ગુનો છે. તેમજ સમલૈંગિકતા માટે સજાની જોગવાઈ છે. રિપોર્ટમાં કતાર પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આવા ગુનાઓ માટે વિદેશી નાગરિકોને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. પતિ-પત્ની સિવાયના યુગલની સહમતિથી સેક્સને પણ ગુનો ગણવામાં આવશે.
કતારમાં ફૂટબોલ મેચ બાદ પાર્ટી કરવા અને દારૂ પીવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. વળી, જો સ્ત્રી અને પુરુષની અટક સરખી ન હોય તો તેમને હોટલમાં એકસાથે રૂમ આપવામાં આવશે નહીં. એક સાથે રૂમ મેળવવા માટે, તેઓએ સાબિત કરવું પડશે કે તેઓ પતિ-પત્ની છે.
જાહેરમાં કિસ કરવી કે રોમાંસ કરવો એ કતારની સંસ્કૃતિનો ભાગ નથી.
કતાર એકમાત્ર એવો દેશ નથી જ્યાં આવા કડક નિયમો છે. સરિયા કાયદા હેઠળ મોટાભાગના આરબ દેશોમાં આવા નિયમો સામાન્ય છે. લગ્ન પહેલા અને પતિ કે પત્ની સિવાય અન્ય કોઈ સાથે સેક્સ કરવું એ એક મોટો ગુનો માનવામાં આવે છે. આ માટે મધ્ય પૂર્વના વિવિધ દેશોમાં કોરડા મારવાથી લઈને જેલ અને મૃત્યુ સુધીની સજા આપવામાં આવે છે.
આમ,આ પ્રકારના કડક કાયદાઓને લઈ અહીં લીવ ઇન રિલેશનશિપ,જાહેરમાં રોમાન્સ,અન્ય યુવતીઓ સાથે કે ગર્લ ફ્રેન્ડ સાથે કપલ બોક્સ કે સ્પા માં સેક્સ માણવું વગરે આ દેશોમાં થઈ શકતું નહિ હોવાથી અહીં કોઈ રોમિયો જોવા મળતા નથી અને જો મળી જાયતો જાહેરમાં ખોખરા કરી જેલમાં ધકેલી કડક સજાનો અમલ થતો હોય બળાત્કાર કે ગેગરેપ જેવી ઘટનાઓ બનતી નથી.